અમદાવાદમાં વરસાદ ચાલુ: જગતપુર, ગોતા, ચાંદખેડા, ત્રાગડમાં ધોધમાર વરસાદ; સિઝનનો 24.93 ઇંચ વરસાદ નોંધાયો.
અમદાવાદમાં વરસાદ ચાલુ: જગતપુર, ગોતા, ચાંદખેડા, ત્રાગડમાં ધોધમાર વરસાદ; સિઝનનો 24.93 ઇંચ વરસાદ નોંધાયો.
Published on: 28th July, 2025

હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદમાં ભારે વરસાદની શક્યતા છે. ગતરોજ શહેરમાં સરેરાશ 3.75 ઈંચ વરસાદ નોંધાયો, જેમાં વટવામાં 5 ઈંચથી વધુ વરસાદ થયો. આજે પણ જગતપુર, ગોતા, ચાંદખેડા જેવા વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. કાળા વાદળોથી વિઝિબિલિટી ઓછી થતા વાહન ચલાવવામાં તકલીફ પડી રહી છે. અત્યાર સુધીમાં સિઝનનો 71 ટકા વરસાદ નોંધાયો છે. AMC ના દાવા પોકળ સાબિત થયા.