કાંસા હાઈસ્કૂલની કબડ્ડી ટીમનો દબદબો: અંડર-17 ભાઈઓ અને અંડર-19 બહેનોની ટીમ જિલ્લા કક્ષાએ.
કાંસા હાઈસ્કૂલની કબડ્ડી ટીમનો દબદબો: અંડર-17 ભાઈઓ અને અંડર-19 બહેનોની ટીમ જિલ્લા કક્ષાએ.
Published on: 28th July, 2025

સરસ્વતી તાલુકામાં આયોજિત કબડ્ડી સ્પર્ધામાં શ્રી એસ.પી. ઠાકોર સર્વોદય વિદ્યાલય કાંસાની અંડર-17 ભાઈઓની ટીમ અને અંડર-19 બહેનોની ટીમ વિજેતા બની છે. બંને ટીમો જિલ્લા કક્ષાએ તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે. શાળાના પ્રમુખ, આચાર્ય અને સ્ટાફ પરિવારે ખેલાડીઓને અભિનંદન આપ્યા. ટીમોએ સતત સફળતા મેળવીને શાળાનું નામ રોશન કર્યું છે.