પીપોદરા: કંપનીનો ડ્રાઇવર 8 લાખનો ટ્રક લઈને ફરાર, કોસંબા પોલીસે ગુનો નોંધ્યો.
પીપોદરા: કંપનીનો ડ્રાઇવર 8 લાખનો ટ્રક લઈને ફરાર, કોસંબા પોલીસે ગુનો નોંધ્યો.
Published on: 28th July, 2025

માંગરોળના પીપોદરા ખાતે ફિઓસા મેન્યુફેક્ચરિંગ યુનિટમાંથી ડ્રાઇવર દિલીપ બાબુભાઇ ભુતૈયા 8 લાખની GJ-05-AT-3438 નંબરની ટ્રક ચોરીને ફરાર થઈ ગયો છે. ભાવનગરના જાલીયા ગામનો રહેવાસી દિલીપ કંપનીમાં ડ્રાઇવર તરીકે કામ કરતો હતો. કંપની માલિક હિમાંશુએ કોસંબા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી, પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.