માણેજવાલા વિસ્તારમાં પાણી ભરાતા હાલાકી: RCC રોડ ઉંચા થતાં સોસાયટીઓ પાણીથી પેક.
Published on: 28th July, 2025

ભાલેજ ઓવરબ્રીજથી માણેજવાલા સ્કૂલ તરફ જતાં સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાયા. RCC રોડ ઉંચો થવાથી પાણીનો નિકાલ ન થતાં બિસ્મીલ્લાહ, સરગમ, ઈકરા રેસીડેન્સી, ઉમ્મીદપાર્ક, હજરતઅલી પાર્ક જેવી સોસાયટીઓના રહીશોને ઘૂંટણસમા પાણીમાં ચાલવાની ફરજ પડી. આણંદ મનપા દ્વારા ગટરની કુંડી બનાવવામાં આવે તેવી સ્થાનિકોની માંગ.