જામનગર: સગીરાનું અપહરણ કરનાર આરોપી મધ્યપ્રદેશથી પકડાયો, અગાઉ છ વર્ષની સજા થઈ હતી. એન્ટી -હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની કામગીરી.
જામનગર: સગીરાનું અપહરણ કરનાર આરોપી મધ્યપ્રદેશથી પકડાયો, અગાઉ છ વર્ષની સજા થઈ હતી. એન્ટી -હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની કામગીરી.
Published on: 28th July, 2025

જામનગરના હાપામાંથી બે વર્ષ પહેલાં 16 વર્ષની સગીરાનું અપહરણ કરનાર આરોપીને એન્ટી -હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લામાંથી ઝડપી પાડ્યો. આરોપી હિતેશપરી ગોસ્વામી અગાઉ પણ સજા પામ્યો હતો. પોલીસે ભોગ બનનાર યુવતીને પણ સાથે લાવી છે, જે હાલ પુખ્ત વયની છે. આરોપી વિરુદ્ધ દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરાઈ છે.