65 મનોદિવ્યાંગ દીકરીઓની અનોખી પહેલ: 11,000 ભાઈઓને રાખડી મોકલી!
65 મનોદિવ્યાંગ દીકરીઓની અનોખી પહેલ: 11,000 ભાઈઓને રાખડી મોકલી!
Published on: 04th August, 2025

‘એકરંગ’ સંસ્થા દ્વારા 65 મનોદિવ્યાંગ દીકરીઓએ માતાજીને પ્રાર્થના કરી 11,000 રાખડી બનાવી છે, જે ગુજરાતભરના ભાઈઓને મોકલવામાં આવી રહી છે. આ સાથે કંકુ, ચોખા, સાકરની ‘રક્ષા પોટલી’ પણ છે. છેલ્લા 5 વર્ષમાં આ દીકરીઓએ 50,000 રાખડીઓ બનાવી છે. આ રાખડીઓ કલેક્ટર, પોલીસકર્મીઓ, CM, PM, રાષ્ટ્રપતિ સહિત દરેક ભાઈઓને કુરિયર દ્વારા પહોંચાડાય છે. દીકરીઓ આત્મનિર્ભર બને તે માટે વિવિધ તાલીમ અપાય છે તેમજ સેન્સરી ગાર્ડન પણ બનાવાયું છે.