સ્ટેટ મોનિટરિંગ સેલની કાર્યવાહી: વલસાડમાં કારમાંથી 2456 બોટલ દારૂ ઝડપાયો, 2 આરોપીની ધરપકડ, 8 વોન્ટેડ.
સ્ટેટ મોનિટરિંગ સેલની કાર્યવાહી: વલસાડમાં કારમાંથી 2456 બોટલ દારૂ ઝડપાયો, 2 આરોપીની ધરપકડ, 8 વોન્ટેડ.
Published on: 25th July, 2025

વલસાડ રૂરલ પોલીસ વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાતમી આધારે કારનો ફિલ્મી ઢબે પીછો કરી 2456 બોટલ વિદેશી દારૂ ઝડપ્યો, જેની કિંમત 7,93,643 રૂપિયા છે. પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે, જેઓ સંઘ પ્રદેશથી દારૂ લાવ્યા હતા. પોલીસે કાર સહિત 15.10 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો અને 8 લોકોને વોન્ટેડ જાહેર કર્યા. સ્ટેટ મોનિટરિંગ સેલની કામગીરીથી પોલીસ પર સવાલો ઉઠ્યા છે.