પ્રોહીબીશન ગુનામાં ચિરાગ રાજપૂતને જામીન મળ્યા; પોલીસ તપાસમાં 2.85 લાખની 54 દારૂની બોટલ મળી.
પ્રોહીબીશન ગુનામાં ચિરાગ રાજપૂતને જામીન મળ્યા; પોલીસ તપાસમાં 2.85 લાખની 54 દારૂની બોટલ મળી.
Published on: 25th July, 2025

ખ્યાતિ હોસ્પિટલ કેસના આરોપી ચિરાગ રાજપૂતની પ્રોહીબીશન એક્ટ હેઠળ ધરપકડ થઈ હતી. મેજિસ્ટ્રેટ કોર્ટે જામીન અરજી નકારી હતી પણ અમદાવાદ સિટી સેશન્સ કોર્ટે રૂપિયા 25,000ના મૂચરકે જામીન મંજૂર કર્યા. પોલીસે દલીલ કરી કે રેડ દરમિયાન 2.85 લાખની કિંમતની 54 દારૂની બોટલ મળી હતી, જ્યારે વકીલે દલીલ કરી કે ચિરાગ ઘરે હાજર નહોતો. કોર્ટે નોંધ્યું કે આરોપી ઘરે નહોતો અને તપાસ પૂરી થઈ છે. PMJAY કૌભાંડમાં પણ જામીન અરજી દાખલ કરી છે.