ખાવડા સરહદેથી પાકિસ્તાની ઘુસણખોર BSFના હાથે ઝડપાયો, માનસિક અસ્વસ્થ જણાતા JIC ખાતે મોકલાયો.
ખાવડા સરહદેથી પાકિસ્તાની ઘુસણખોર BSFના હાથે ઝડપાયો, માનસિક અસ્વસ્થ જણાતા JIC ખાતે મોકલાયો.
Published on: 25th January, 2026

કચ્છ જિલ્લાના ખાવડા વિસ્તારની સરહદેથી BSFએ એક પાકિસ્તાની ઘુસણખોરને ઝડપી પાડ્યો છે. પ્રાથમિક તપાસમાં તે માનસિક રીતે અસ્થિર જણાય છે, જેથી તેને JIC (Joint Interrogation Centre) ખાતે મોકલવામાં આવ્યો છે. સરહદ પર પેટ્રોલિંગ કરી રહેલા BSF જવાનોને પીલર નંબર 1076 અને 1077 પાસે શંકાસ્પદ ગતિવિધિ જણાતા આ ઘુસણખોર પકડાયો હતો. તેની પાસેથી કોઈ આધાર પુરાવા મળ્યા નથી, પરંતુ એજન્સીઓ દ્વારા વધુ પૂછપરછ ચાલુ છે.