સાયલા-ચોટીલા હાઈવે પર જાનૈયાઓની બસ ટ્રક સાથે અથડાઈ, 24 ઈજાગ્રસ્ત.
સાયલા-ચોટીલા હાઈવે પર જાનૈયાઓની બસ ટ્રક સાથે અથડાઈ, 24 ઈજાગ્રસ્ત.
Published on: 26th January, 2026

સુરેન્દ્રનગર નજીક સાયલા-ચોટીલા હાઈવે પર જાનૈયાઓની લક્ઝરી બસ ટ્રક સાથે અથડાતા અકસ્માત સર્જાયો. આ અકસ્માતમાં 24 જેટલા જાનૈયાઓ ઈજાગ્રસ્ત થયા. સુરતથી જામકંડોરણા જઈ રહેલી બસ સાયલાના ગોસળ બોર્ડ પાસે ઉભેલી ટ્રકની પાછળ ઘૂસી ગઈ. લગ્ન પ્રસંગમાં આ ઘટનાથી ચીસાચીસ મચી ગઈ, ઘટનાસ્થળે એમ્બ્યુલન્સ દોડી ગઈ.