વડોદરાના સમા sports કોમ્પ્લેક્સમાં પ્રજાસત્તાક દિનની અનોખી ઉજવણી: બાળકોએ સ્વિમિંગ પૂલમાં રાષ્ટ્રભક્તિ દર્શાવી.
વડોદરાના સમા sports કોમ્પ્લેક્સમાં પ્રજાસત્તાક દિનની અનોખી ઉજવણી: બાળકોએ સ્વિમિંગ પૂલમાં રાષ્ટ્રભક્તિ દર્શાવી.
Published on: 26th January, 2026

વડોદરાના સમા sports કોમ્પ્લેક્સ ખાતે 76માં પ્રજાસત્તાક દિનની અનોખી ઉજવણી થઈ. સ્વિમિંગ પૂલમાં બાળકોએ તરતાં-તરતાં રાષ્ટ્રપ્રેમ વ્યક્ત કર્યો. 5 થી 16 વર્ષના બાળકોએ રાષ્ટ્રધ્વજ સાથે કરતબો કર્યા. દેશભક્તિના ગીતોથી વાતાવરણ ગુંજી ઉઠ્યું. આ કરતબો દ્વારા પ્રજાસત્તાક દિનનું મહત્વ સમજાવવામાં આવ્યું. માતા-પિતા અને ખેલપ્રેમીઓએ બાળકોના આત્મવિશ્વાસ અને દેશપ્રેમને બિરદાવ્યો.