સેલવાસથી વડોદરા જતી જાનૈયા ભરેલી બસ કિમ પાસે ટ્રકમાં ઘૂસી, 30 મુસાફરો ઈજાગ્રસ્ત, 10થી વધુ સુરત સિવિલમાં.
સેલવાસથી વડોદરા જતી જાનૈયા ભરેલી બસ કિમ પાસે ટ્રકમાં ઘૂસી, 30 મુસાફરો ઈજાગ્રસ્ત, 10થી વધુ સુરત સિવિલમાં.
Published on: 26th January, 2026

દક્ષિણ ગુજરાતમાં કિમ નજીક સેલવાસથી વડોદરા જતી જાનૈયા ભરેલી બસ ટ્રકમાં ઘૂસી જતાં અકસ્માત થયો. અકસ્માતમાં આશરે 30થી 35 જેટલા મુસાફરોને ઈજાઓ થઈ અને 10થી વધુને સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. મળતી માહિતી મુજબ, વડોદરાથી પરિવાર લગ્ન પ્રસંગમાં સેલવાસ ગયા હતા અને પરત ફરતી વખતે ડ્રાઇવરે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો અને ટ્રક સાથે અથડાઈ. બસનો ડ્રાઇવર દારૂના નશામાં હોવાની આશંકા છે, પોલીસ તપાસ ચાલુ.