આંખો અને પાંખોના સહારે વિદેશી પક્ષીઓ આવી પહોંચ્યા: ભાવનગરના જલપ્લાવિત ક્ષેત્રોમાં અનેક વિદેશી પક્ષીઓનું આગમન.
આંખો અને પાંખોના સહારે વિદેશી પક્ષીઓ આવી પહોંચ્યા: ભાવનગરના જલપ્લાવિત ક્ષેત્રોમાં અનેક વિદેશી પક્ષીઓનું આગમન.
Published on: 15th December, 2025

ભાવનગર હંમેશા વિદેશી પક્ષીઓનું મોસાળ કહેવાય છે. ફ્લેમિંગો, પેલિકન, રાજહંસ સહિત યુરોપથી આવતા પક્ષીઓ ભાવનગર સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આવે છે. શિયાળામાં ફ્લેમિંગો (મોટો યુરોપથી, નાનો આફ્રિકાથી), રાજહંસ લડાખથી અને પેલિકન હંગેરીથી આવે છે. પક્ષીવિદ જયસિંહ ગોહિલે જણાવ્યું કે લડાખી ધોમડો સાયબેરિયા જતો રહે છે. પક્ષીઓના શરીરમાં કુદરતી હોકાયંત્ર હોય છે. વયસ્ક પક્ષીઓના મગજમાં પ્રવાસ માર્ગનો નકશો હોય છે.