ચારણ-સાવજ FRIENDSHIP: 'બહેન-દીકરીઓ પાણી ભરતી હોય ત્યારે સાવજ રખોપો કરે'; ડર નહીં, વિશ્વાસ, વેર નહીં, પણ વહાલનો નાતો.
ચારણ-સાવજ FRIENDSHIP: 'બહેન-દીકરીઓ પાણી ભરતી હોય ત્યારે સાવજ રખોપો કરે'; ડર નહીં, વિશ્વાસ, વેર નહીં, પણ વહાલનો નાતો.
Published on: 03rd August, 2025

ગીરના ડુંગરા અને નદીઓના નીર ગાથા ગાય છે; માલધારીઓના રખોપા સાવજ કરે, નેહડામાં બેફિકર જીવન, અને મિત્રતાની અનુભૂતિ ગીરના વાયરામાં થાય છે. FRIENDSHIP DAY પર સાવજ અને માલધારીઓની અનોખી વાતો કરવી છે. સિંહ માલધારીઓ માટે રખેવાળ છે. માલધારીઓની મોંઘી લાગણી સાથે ગીરના દરેક જીવ રહે છે. સાવજ અને માલધારીઓ વચ્ચે વર્ષોથી મિત્રતા છે જે કાયમ રહેશે.