બદ્રીનાથ ધામના કપાટ 23 એપ્રિલે ખુલશે; ગંગોત્રી-યમુનોત્રીના કપાટ ખુલવાની તારીખ પણ જાહેર કરવામાં આવી.
બદ્રીનાથ ધામના કપાટ 23 એપ્રિલે ખુલશે; ગંગોત્રી-યમુનોત્રીના કપાટ ખુલવાની તારીખ પણ જાહેર કરવામાં આવી.
Published on: 23rd January, 2026

ઉત્તરાખંડના ચમોલીમાં આવેલા બદ્રીનાથ ધામના કપાટ 23 એપ્રિલે ખુલશે. ઉત્તરકાશીના ગંગોત્રી ધામ અને યમુનોત્રી ધામના કપાટ 19 એપ્રિલે ખુલશે. વસંત પંચમીના અવસરે બદ્રીનાથ ધામના કપાટ ખુલવાની તારીખ જાહેર કરાઈ. પરંપરા મુજબ રાજપુરોહિત શુભ મુહૂર્ત કાઢે છે અને આ વખતે યાત્રાની તૈયારીઓના ભાગરૂપે 7 એપ્રિલે ગાડુ ઘડા-તલના તેલની પરંપરા પણ નિભાવવામાં આવશે. બદ્રીનાથ ધામમાં એપ્રિલ 2026 સુધીમાં કામ પૂરું કરવાનું લક્ષ્ય છે. PM નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ હેઠળ માસ્ટર પ્લાન પૂરો થશે.