PM મોદી દ્વારા શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી.
PM મોદી દ્વારા શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી.
Published on: 26th January, 2026

77માં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે PM મોદીએ શહીદ વીર જવાનોને નેશનલ વૉર મેમોરિયલ ખાતે શ્રદ્ધાંજલિ આપી. રાષ્ટ્રીય સમર સ્મારક 44 એકરમાં ફેલાયેલું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇન્ડિયા ગેટ પર રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પહોંચ્યા, જ્યાં તેમણે શહીદ સૈનિકોને પુષ્પાંજલિ અર્પણ કરી. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પ્રધાનમંત્રીનું સ્વાગત કર્યું, અને ત્રણેય સેનાના વડાઓ પણ હાજર રહ્યા હતા. આજના દિવસે ફરજના માર્ગ પર 30 ઝાંખીઓ દર્શાવાશે.