રાજદમાં લાલુ યુગ સમાપ્ત, તેજસ્વી યાદવ નવા કાર્યકારી અધ્યક્ષ નિયુક્ત થયા.
રાજદમાં લાલુ યુગ સમાપ્ત, તેજસ્વી યાદવ નવા કાર્યકારી અધ્યક્ષ નિયુક્ત થયા.
Published on: 26th January, 2026

બિહારમાં પરાજય છતાં રાજદમાં તેજસ્વી યાદવનું કદ વધ્યું. રવિવારે રાષ્ટ્રીય જનતા દળ (રાજદ)ની રાષ્ટ્રીય કારોબારીની બેઠકમાં તેજસ્વી યાદવની રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે નિમણૂક થઈ. રોહિણી આચાર્યએ તેજસ્વીને કઠપૂતળી શહેજાદા અને સાથીઓને ઘૂસણખોર ગણાવ્યા હતા. તેજસ્વી યાદવની પ્રમુખપદે પસંદગી થતા જ ટીકા થઈ હતી. આ સાથે લાલુ યુગ પૂરો થયો.