તાજમહેલ પર હિંદુવાદીઓએ તિરંગો ફરકાવ્યો અને ભારત માતાના જયકારા લગાવી રાષ્ટ્રગાન ગાયું
તાજમહેલ પર હિંદુવાદીઓએ તિરંગો ફરકાવ્યો અને ભારત માતાના જયકારા લગાવી રાષ્ટ્રગાન ગાયું
Published on: 26th January, 2026

આગ્રામાં અખિલ ભારત હિન્દુ મહાસભાના કાર્યકરોએ તાજમહેલ પર તિરંગો ફરકાવી, ભારત માતા કી જયના નારા લગાવ્યા. આ ઘટનાનો VIDEO સામે આવ્યા બાદ ખળભળાટ મચી ગયો છે અને CISF તપાસ કરી રહી છે. કાર્યકરોએ તાજમહેલને તેજોમહાલય મંદિર ગણાવી પહેલીવાર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યાનો દાવો કર્યો. યોગીએ મદરેસાઓ અને મસ્જિદોમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવાનું ફરજિયાત કર્યું હોવાથી અહીં ધ્વજ ફરકાવ્યો હોવાનું જણાવ્યું.