રામકૃષ્ણ આશ્રમનો ‘યુવાશક્તિ’ મહાકુંભ: 9,454 વિદ્યાર્થીઓએ ‘પુણ્ય ભૂમિ ભારતવર્ષ’ને કલાના રંગે દીપાવ્યું.
રામકૃષ્ણ આશ્રમનો ‘યુવાશક્તિ’ મહાકુંભ: 9,454 વિદ્યાર્થીઓએ ‘પુણ્ય ભૂમિ ભારતવર્ષ’ને કલાના રંગે દીપાવ્યું.
Published on: 26th January, 2026

રામકૃષ્ણ આશ્રમ રાજકોટ દ્વારા સ્વામી વિવેકાનંદની જન્મજયંતી નિમિત્તે ‘પુરસ્કાર વિતરણ સમારોહ’ યોજાયો, જેમાં ‘પુણ્ય ભૂમિ ભારતવર્ષ’ થીમ પર 9,454 વિદ્યાર્થીઓએ ભાગ લીધો. સ્પર્ધાઓમાં ફેન્સી ડ્રેસ, સમૂહ ગાન, વક્તૃત્વ જેવી પ્રવૃત્તિઓ યોજાઈ. 196 વિજેતાઓને પુરસ્કાર અપાયા. MLA રમેશ ટીલાળાએ રાષ્ટ્રભાવનાના સિંચનની વાત કરી. સ્વામી વિવેકાનંદના વિચારોને જીવનમાં ઉતારવાની અપીલ કરાઈ.