બંધારણ લાગુ કરવા 26 જાન્યુઆરીની પસંદગી: 96 વર્ષ જૂનો ઇતિહાસ
બંધારણ લાગુ કરવા 26 જાન્યુઆરીની પસંદગી: 96 વર્ષ જૂનો ઇતિહાસ
Published on: 26th January, 2026

ભારતનું બંધારણ 26 નવેમ્બર, 1949 ના રોજ બનીને તૈયાર થઈ ગયું હતું અને તે જ દિવસે બંધારણ સભા દ્વારા તેને અપનાવી લેવામાં આવ્યું હતું. પરંતુ તેનો અમલ કરવા માટે 26 જાન્યુઆરી, 1950 સુધી રાહ જોવામાં આવી હતી. વાસ્તવમાં, 26 જાન્યુઆરી 1930ના રોજ કોંગ્રેસે દેશમાં 'પૂર્ણ સ્વરાજ' નો નારો આપ્યો હતો. 19 ડિસેમ્બર 1929ના રોજ લાહોર અધિવેશનમાં પંડિત જવાહરલાલ નેહરુએ રાવી નદીના કિનારે તિરંગો લહેરાવીને ભારતની સંપૂર્ણ આઝાદીની માંગ કરી હતી. તે સમયે નક્કી કરાયું હતું કે જાન્યુઆરીના છેલ્લા રવિવારે (જે 26 જાન્યુઆરી હતી) ભારતનો સ્વતંત્રતા દિવસ મનાવવામાં આવશે. આ ઐતિહાસિક તારીખની યાદને અમર રાખવા માટે જ 26 જાન્યુઆરીને બંધારણ લાગુ કરવા માટે પસંદ કરવામાં આવી હતી.