દેવામાં ડૂબેલા રાજ્યો: તમિલનાડુ-મહારાષ્ટ્ર મોખરે, ગુજરાતની સ્થિતિ જાણો
દેવામાં ડૂબેલા રાજ્યો: તમિલનાડુ-મહારાષ્ટ્ર મોખરે, ગુજરાતની સ્થિતિ જાણો
Published on: 26th January, 2026

RBIના તાજેતરના અહેવાલ મુજબ, રાજ્યોની કુલ રાજકોષીય ખાધનો લગભગ 76% હિસ્સો હવે બજારની ઉધારી દ્વારા પૂરો કરવામાં આવશે. RBIના રિપોર્ટ અનુસાર, હાલમાં તમિલનાડુ (1.23 લાખ કરોડ) અને મહારાષ્ટ્ર (1.23 લાખ કરોડ) દેશમાં સૌથી વધુ દેવું લેનારા રાજ્યો છે. ગુજરાતનો ડેબ્ટ ટુ જીએસડીપી પ્રમાણ પણ સારો છે જે 20%ની આજુબાજુ યથાવત્ છે. જ્યાં એકતરફ મોટા રાજ્યો દેવું વધારી રહ્યા છે, ત્યાં ઉત્તર પ્રદેશે પોતાની ઉધારીમાં મોટો ઘટાડો કરીને સૌને ચોંકાવ્યા છે. UP એ વર્ષ 2023-24 માં 49,618 કરોડનું દેવું લીધું હતું, જે ગત નાણાકીય વર્ષમાં ઘટીને માત્ર 4,500 કરોડ રહી ગયું છે.