ભારતનાં જંગલોને કોરી ખાતી ‘Alien પ્રજાતિ!'
ભારતનાં જંગલોને કોરી ખાતી ‘Alien પ્રજાતિ!'
Published on: 17th December, 2025

દેશના કુદરતી ઇકોસિસ્ટમમાં વિદેશી આક્રમક પ્રજાતિઓએ નુકસાન પહોંચાડ્યું છે. ક્લાઇમેટ ચેન્જ અને જમીન-ઉપયોગમાં ફેરફારથી આ પ્રજાતિઓનો ફેલાવો વધ્યો છે. 2022 સુધીમાં આ પ્રજાતિઓએ 14.4 કરોડ લોકો, 27.9 લાખ પશુધન અને 2 લાખ ચો.કિ.મી. ખેતીલાયક જમીનને અસર કરી. ગાંડો બાવળ જેવી Alien વનસ્પતિ પ્રજાતિઓ જૈવવિવિધતા અને આજીવિકાને નુકશાન પહોંચાડે છે. તેમના સંચાલન માટે National Invasive Species Mission જરૂરી છે.