Americaમાં રહેતા ભારતીયો માટે ખુશખબર: પાસપોર્ટ અને વિઝા માટે નવું કેન્દ્ર ખુલ્યું.
Americaમાં રહેતા ભારતીયો માટે ખુશખબર: પાસપોર્ટ અને વિઝા માટે નવું કેન્દ્ર ખુલ્યું.
Published on: 17th December, 2025

Americaમાં રહેતા ભારતીયો માટે પાસપોર્ટ, વિઝા અને OCI સેવાઓ માટે લોસ એન્જલસમાં નવું ભારતીય કોન્સ્યુલર એપ્લિકેશન સેન્ટર શરૂ થશે. 15 ડિસેમ્બર, 2025થી કાર્યરત આ કેન્દ્રનું સંચાલન VFS ગ્લોબલ કરશે. આ કેન્દ્ર સોમવારથી શનિવાર સુધી કાર્યરત રહેશે અને ભારતીય પાસપોર્ટ સેવાઓ, વિઝા અરજીઓ જેવી અનેક સેવાઓ ઉપલબ્ધ કરાવશે, જેથી ભારતીયોને ઘણી સુવિધા મળશે.