'જી રામ જી' ભાજપ માટે મુશ્કેલી: વિપક્ષ અને NDA સહયોગી TDPને પણ વાંધો પડ્યો.
'જી રામ જી' ભાજપ માટે મુશ્કેલી: વિપક્ષ અને NDA સહયોગી TDPને પણ વાંધો પડ્યો.
Published on: 17th December, 2025

કેન્દ્ર સરકાર દ્વારા મનરેગા યોજનાનું સ્થાન લેનારા 'વિકસિત ભારત-જી રામ જી વિધેયક 2025'ને લઈને વિપક્ષના વિરોધની સાથે હવે સત્તાધારી NDA ગઠબંધનની અંદરથી પણ અસંતોષનો સૂર ઉઠ્યો છે. NDAના સાથી પક્ષ તેલુગુ દેશમ પાર્ટી (TDP) એ આ નવી યોજના હેઠળ 40 ટકા ખર્ચ રાજ્યો પર નાખવાની જોગવાઈ સામે વાંધો ઉઠાવ્યો છે, જેના કારણે ગઠબંધનમાં તણાવના સંકેત મળી રહ્યા છે.