નવસારી: તિઘરા વસાહતમાં વિકાસથી વંચિત રહેવા બદલ સ્થાનિકોની રજૂઆત અને મનપામાં ધરણાંની ચીમકી.
નવસારી: તિઘરા વસાહતમાં વિકાસથી વંચિત રહેવા બદલ સ્થાનિકોની રજૂઆત અને મનપામાં ધરણાંની ચીમકી.
Published on: 04th August, 2025

નવસારીના તિઘરા પંડિત દીનદયાળ નગરમાં વર્ષોથી વિકાસના કામો ન થતા સ્થાનિકોએ મનપામાં રજૂઆત કરી. વોર્ડ-13માં રસ્તાઓ તૂટી જવાથી અને ખાડાઓના કારણે હાલાકી છે. સ્વચ્છ ભારત અભિયાન હેઠળ બ્લોક પેવિંગના કામો પણ અટકેલા છે. નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા પછી પણ કોઈ ઉકેલ ન આવતા સ્થાનિકોએ કમિશનર સામે વિરોધ પ્રદર્શનની ચીમકી આપી છે.