નાના લાખાણી ગામે ₹1.5 કરોડના ખર્ચે આશાપુરા માતાજીનું મંદિર બની રહ્યું છે.
નાના લાખાણી ગામે ₹1.5 કરોડના ખર્ચે આશાપુરા માતાજીનું મંદિર બની રહ્યું છે.
Published on: 04th August, 2025

જામનગરના નાના લાખાણી ગામે ગ્રામજનો દ્વારા સ્વખર્ચે આશાપુરા માતાજીનું મંદિર ₹1.5 કરોડના ખર્ચે બની રહ્યું છે. ક્ષત્રિય વસ્તી ધરાવતા આ ગામમાં આઝાદી પછી ચૂંટણી નથી થઈ, સર્વ સંમતિથી સરપંચની વર્ણી થાય છે. ગામમાં પેવર બ્લોક, CC રોડ, પાણીનો ટાંકો અને ધોરણ 1 થી 8 ની શાળા જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. શાળામાં સ્માર્ટ બોર્ડ અને કોમ્પ્યુટર રૂમ પણ છે. આરોગ્ય કેન્દ્ર અને ગૌશાળા પણ નિર્માણ પામશે.