ડોળાસામાં દીપડાનું બચ્ચું મેઈન બજારમાં આવી જતાં દોડધામ, વન વિભાગ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું.
ડોળાસામાં દીપડાનું બચ્ચું મેઈન બજારમાં આવી જતાં દોડધામ, વન વિભાગ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું.
Published on: 04th August, 2025

કોડીનારના ડોળાસા ગામે દીપડીનું ચાર માસનું બચ્ચું મેઈન બજારમાં આવી ગયું. વન વિભાગે રેસ્ક્યુ કરી બચ્ચાને પાંજરે પૂર્યું. બસ સ્ટેશન રોડ પર દુકાનના છાપરા પર દીપડો દેખાતા લોકો એકઠા થયા. દીપડો ગભરાઈને કુંભારવાડામાં છુપાઈ ગયો. વન વિભાગના સ્ટાફે તેને બેહોશીનું ઇન્જેક્શન આપી રેસ્ક્યુ કર્યું. આ પહેલાં ડોળાસાના નવાપરા વિસ્તારમાં ત્રણ બચ્ચાંવાળી દીપડીએ રહેઠાણ બનાવ્યું છે. વન્ય પ્રાણી જાણકારે જણાવ્યું કે બચ્ચું માતાની શોધમાં આવ્યું હતું.