જામનગરમાં પ્લાસ્ટિક બેગ્સનો ઉપયોગ બંધ કરવા અપીલ: શાળા નં. 55માં 226 વિદ્યાર્થીનીઓને કપડાંની થેલીઓ અપાઈ.
જામનગરમાં પ્લાસ્ટિક બેગ્સનો ઉપયોગ બંધ કરવા અપીલ: શાળા નં. 55માં 226 વિદ્યાર્થીનીઓને કપડાંની થેલીઓ અપાઈ.
Published on: 04th August, 2025

જામનગરની નગર પ્રાથમિક શાળા નં. 55માં પ્લાસ્ટિક બેગ્સનો ઉપયોગ બંધ કરવા અને પર્યાવરણ બચાવવા માટે વિકાસ ગ્રાહક સુરક્ષા અને સંશોધન કેન્દ્ર દ્વારા કાર્યક્રમ યોજાયો. જેમાં શાળાના આચાર્ય અને કેન્દ્રના પ્રમુખે પ્લાસ્ટિક બેગ્સથી થતા નુકશાન અંગે માહિતી આપી. ત્યારબાદ, 226 વિદ્યાર્થીનીઓને કપડાંની થેલીઓ આપવામાં આવી અને વૃક્ષો વાવવા અનુરોધ કરાયો. આ કાર્યક્રમમાં ઘણા શિક્ષકોએ જહેમત ઉઠાવી હતી. અંતમાં વિદ્યાર્થીનીઓને આઈસ્ક્રીમ આપવામાં આવી.