સા. કુંડલા વોર્ડ નં. 1: રોડના અભાવે પારેખવાડી વિસ્તારમાં હાલાકી, લોકો પરેશાન, નગરપાલિકા સામે રોષ.
Published on: 04th August, 2025
સાવરકુંડલાના વોર્ડ નંબર એક, પારેખવાડી વિસ્તારમાં નગરપાલિકાની સ્થાપનાથી રોડ બન્યો નથી. ચોમાસામાં રહીશોને ભારે હાલાકી ભોગવવી પડે છે. આઝાદી બાદ પણ આ મુખ્ય માર્ગ બન્યો નથી, જે અમરેલી રોડ સહિત અનેક રસ્તાઓને જોડે છે. દિલીપસિંહ વાઘેલા સહિતના રહીશોની વારંવાર રજુઆતો છતાં પાલિકા તંત્ર દ્વારા રોડ ન બનતા લોકોમાં ભારે રોષ છે. જેમાં પૂર્વ પ્રમુખ તૃપ્તિબેન દોશી અને ચેરમેન અશોકભાઈ ચૌહાણ હોવા છતાં પણ માર્ગ બનતો ન હોવાથી લોકોમાં પાલિકા સામે રોષ છે.

Published on: August 04, 2025