ખાતરના ભાવ વધારા સામે માણસા ખેડૂત હિતરક્ષક મંડળનું આવેદન.
ખાતરના ભાવ વધારા સામે માણસા ખેડૂત હિતરક્ષક મંડળનું આવેદન.
Published on: 04th August, 2025

રાસાયણિક ખાતરના ભાવ વધારાથી ખેડૂતોમાં રોષ છે, તેમને ઉપજના વ્યાજબી ભાવ મળતા નથી. ગુજરાત ખેડૂત હિત રક્ષક મંડળ માણસા દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી ભાવ વધારો રદ કરવાની માંગ કરી છે. ખેડૂતોનું કહેવું છે કે, સરકાર વારંવાર ભાવ વધારે છે, પણ ખેત પેદાશોના ભાવ વધારતી નથી, જેથી ખેડૂત દેવામાં ડૂબે છે. ખેડૂતોએ ભાવ વધારો પાછો ખેંચવા વિનંતી કરી. આ સમયે ખેડૂત આગેવાનો અને માણસા તાલુકાના ખેડૂતો જોડાયા હતા.