ગોંડલના બીલીયાળા ગામે વીજ કરંટથી પિતા-પુત્રનું કરૂણ મોત.
ગોંડલના બીલીયાળા ગામે વીજ કરંટથી પિતા-પુત્રનું કરૂણ મોત.
Published on: 04th August, 2025

ગોંડલના બીલીયાળામાં વાડીની ઓરડીમાં પાણીની ઇલેક્ટ્રિક મોટર ચાલુ કરવા જતાં પિતા-પુત્રને વીજ કરંટ લાગતાં ઘટનાસ્થળે જ મોત થયા. આ ઘટનામાં બે બહેનોના એકના એક ભાઈનું રક્ષાબંધન પહેલાં જ મોત થતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. યુવાન રાજકોટની કોલેજમાં અભ્યાસ કરતો હતો.