સુરતમાં શ્રમિકોના 'ગાંવ ચલો' આંદોલન બાદ કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ સુરત દોડી આવ્યા
સુરતમાં શ્રમિકોના 'ગાંવ ચલો' આંદોલન બાદ કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ સુરત દોડી આવ્યા
Published on: 09th October, 2026

સુરતમાં ટેક્સટાઇલ ઉદ્યોગના લાખો શ્રમિકો 'ગાંવ ચલો' આંદોલન પર ઉતર્યા છે. તેમની મુખ્ય માંગ અઠવાડિયામાં એક રજા (રવિવાર) આપવાની અને શોષણ બંધ કરવાની છે. સતત 12 કલાક કામ અને રજા માંગવા પર નોકરીમાંથી કાઢી મુકાતા અંદાજે 10 લાખથી વધુ શ્રમિકો વતન પરત ફરી રહ્યા છે. આ સ્થિતિને પગલે કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજ સિંહ સુરત પહોંચ્યા અને પત્રકાર પરિષદ યોજી. જોકે, તેઓ શ્રમિકોના મુદ્દાઓ પર કોઈ નક્કર જવાબ આપી શક્યા ન હતા, જેના કારણે ટેક્સટાઇલ ઉદ્યોગ ઠપ્પ થવાનો ભય સેવાઈ રહ્યો છે.