વડોદરા: 70 લાખની ઠગાઈ કરનાર ફ્લાય સ્કાય ટ્રાવેલ્સના એકાઉન્ટ હોલ્ડરની ઈન્દોરથી ધરપકડ
વડોદરા: 70 લાખની ઠગાઈ કરનાર ફ્લાય સ્કાય ટ્રાવેલ્સના એકાઉન્ટ હોલ્ડરની ઈન્દોરથી ધરપકડ
Published on: 10th October, 2026

વડોદરામાં ફ્લાય સ્કાય ફૂડ એન્ડ ટ્રાવેલ્સ દ્વારા ટૂંકા ગાળામાં નાણાં ડબલ કરવાની લાલચ આપી 70 લાખ રૂપિયાથી વધુની ઠગાઈ કરનાર ટોળકીના એકાઉન્ટ હોલ્ડર પ્રફુલ્લ યોગેન્દ્ર બરગાલની ઈન્દોરથી ધરપકડ કરવામાં આવી છે. કંપનીના સંચાલક નિલેશ હીરજીભાઇ ભિખડીયાએ અશોકભાઇ દૂબે અને તેમના મિત્રોને ગોલ્ડ, ઓઇલ અને હોલીડે પેકેજમાં રોકાણ કરાવ્યું હતું. વર્ષ 2017માં થયેલી આ ઠગાઈ બાદ 2023માં ગુનો નોંધાયો હતો. પોલીસે સૂત્રધાર નિલેશ અને તેના સાગરીત ઈશ્વર જોષીની ધરપકડ બાદ ઠગાઈ માટે વપરાયેલ બેંક ખાતાના ધારક પ્રફુલ્લને ઝડપી પાડ્યો છે.