અમદાવાદના કણભા નજીક 30 રૂપિયા ભાડા માટે રિક્ષાચાલક પર હુમલો
અમદાવાદના કણભા નજીક 30 રૂપિયા ભાડા માટે રિક્ષાચાલક પર હુમલો
Published on: 09th October, 2026

અમદાવાદના કણભા નજીક કુજાડ ગામ પાસે માત્ર 30 રૂપિયાના રિક્ષા ભાડાની તકરારમાં ત્રણ શખસોએ રિક્ષાચાલકને માર માર્યો અને જાનથી મારી નાખવાની ધમકી આપી. છઠ્ઠી ઓક્ટોબરની રાત્રે બનેલી આ ઘટના અંગે ભોગ બનનાર ચાલકે કણભા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. હુમલાનો વીડિયો વાયરલ થતાં ઓઢવ પોલીસે લાફા મારનાર એક આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આરોપીઓએ પૈસા આપવાનો ઇનકાર કરતાં ઉશ્કેરાઈને રિક્ષાચાલક પર હુમલો કર્યો હતો.