વડોદરા જિલ્લામાં ગેરકાયદે રેતી ખનન: કરજણ અને ડેસરમાં 5 કરોડના વાહનો કબજે
વડોદરા જિલ્લામાં ગેરકાયદે રેતી ખનન: કરજણ અને ડેસરમાં 5 કરોડના વાહનો કબજે
Published on: 10th October, 2026

વડોદરા જિલ્લા ખાણ ખનીજ કચેરીની ટીમે બે દિવસીય કાર્યવાહીમાં સાવલી, ડેસર અને કરજણ તાલુકામાં ગેરકાયદે રેતી ખનન અને અવરલોડ ખનિજ વહન કરતા વાહનો સામે પગલાં લીધા છે. આ કાર્યવાહી દરમિયાન કુલ ૨ હિટાચી મશીન, ૪ ટ્રક (અવરલોડ), ૨ ટ્રક (ગેરકાયદે ખનિજ ભરેલા), ૫ ટ્રક, ૨ ટ્રેક્ટર, ૧ જેસીબી મશીન અને ૧ હિટાચી મશીન મળી કુલ આશરે ૫ કરોડથી વધુના મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ ઘટનાઓ છાલિયેર, જાલમપુરા, સારિંગ નારેશ્વર રોડ અને પીપળીયા શિહોરા જેવા સ્થળોએ બની હતી.