ગુજરાત હાઈકોર્ટ: 'લોકો ચાલુ વાહને મૂવી જોતાં અને વીડિયો કોલ કરતાં ડ્રાઇવિંગ કરે છે, જોખમી ટ્રેન્ડ બંધ કરાવો'
ગુજરાત હાઈકોર્ટ: 'લોકો ચાલુ વાહને મૂવી જોતાં અને વીડિયો કોલ કરતાં ડ્રાઇવિંગ કરે છે, જોખમી ટ્રેન્ડ બંધ કરાવો'
Published on: 09th October, 2026

અમદાવાદમાં ટ્રાફિક અને માર્ગ સુરક્ષાની કથળતી સ્થિતિ અંગે ગુજરાત હાઈકોર્ટે સરકાર અને પોલીસ તંત્રની ઝાટકણી કાઢી છે. એક્ટિંગ ચીફ જસ્ટિસની બેન્ચે જણાવ્યું કે, ગુજરાતમાં અનેક લોકો હેલ્મેટ વિના વાહન ચલાવે છે અને ડમ્પર-ટુ-વ્હીલર અકસ્માતોમાં હેલ્મેટ ન પહેરનારા વધુ ભોગ બને છે. કોર્ટે ચિંતા વ્યક્ત કરી કે રસ્તા પર લોકો ચાલુ વાહને મોબાઈલ પર વાત કરે છે, વીડિયો કોલ કરે છે અને મૂવી જુએ છે. આ જોખમી ટ્રેન્ડ તાત્કાલિક બંધ કરાવવા હાઈકોર્ટે નિર્દેશ આપ્યો છે. સરકારે 650 ટ્રાફિક જવાનોની ભરતી અને TRB જવાનોને તાલીમ આપવાની રજૂઆત કરી.