કિર્તીદાન ગઢવીના 'પરંપરા નવરાત્રિ' ડોમનો ભાગ ધરાશાયી
કિર્તીદાન ગઢવીના 'પરંપરા નવરાત્રિ' ડોમનો ભાગ ધરાશાયી
Published on: 09th October, 2026

અમદાવાદ શહેરમાં નવરાત્રિના ગણતરીના દિવસો બાકી છે ત્યારે કિર્તીદાન ગઢવી દ્વારા આયોજિત 'પરંપરા નવરાત્રિ' ગરબા સ્થળ પર ડોમનો એક ભાગ ધરાશાયી થયો છે. 11 ઓક્ટોબરથી શરૂ થનારા આ કાર્યક્રમમાં ખેલૈયાઓ ન હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આ ઘટનાને કારણે ગરબાના આયોજન પર અસર પડી શકે છે. સરખેજ PIના જણાવ્યા અનુસાર, લગભગ 300-400 સ્ક્વેર ફૂટનો ડોમ પડ્યો છે અને તેના કારણની તપાસ ચાલી રહી છે.