વડોદરા: 4% વ્યાજની લોભામણી લાલચમાં કર્મચારીએ ગુમાવ્યા 28.77 લાખ, સાયબર ક્રાઇમમાં ફરિયાદ
વડોદરા: 4% વ્યાજની લોભામણી લાલચમાં કર્મચારીએ ગુમાવ્યા 28.77 લાખ, સાયબર ક્રાઇમમાં ફરિયાદ
Published on: 10th October, 2026

વડોદરામાં ઓનલાઈન લોન છેતરપિંડીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. લગ્ન પ્રસંગ માટે લોનની જરૂરિયાત ધરાવતા ખાનગી કંપનીના કર્મચારી બીજુકુમાર દેવદાસને બજાજ ફિનસર્વના અધિકારી તરીકે ઓળખાણ આપી ચાર ટકાના આકર્ષક વ્યાજે ₹5 લાખની લોન અપાવવાની લાલચ આપવામાં આવી હતી. ઠગોએ પ્રોસેસિંગ ફી, સર્વિસ ચાર્જ, TDS અને NOCના નામે ટુકડે ટુકડે કુલ ₹28.77 લાખ પડાવી લીધા હતા. વધુ પૈસા માંગતા કર્મચારીને શંકા જતા તેણે સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી છે.