નવરાત્રિ ગરબા આયોજન: વિશ્વામિત્રી બચાવો સમિતિએ પોલીસ કમિશ્નરને સલામતી અંગે રજૂઆત કરી
નવરાત્રિ ગરબા આયોજન: વિશ્વામિત્રી બચાવો સમિતિએ પોલીસ કમિશ્નરને સલામતી અંગે રજૂઆત કરી
Published on: 09th October, 2026

વડોદરામાં નવરાત્રિ ગરબા આયોજકો દ્વારા ગ્રાઉન્ડની ક્ષમતા કરતાં વધુ પાસનું વેચાણ થતું અટકાવવા અને જાહેર સલામતી સુનિશ્ચિત કરવા વિશ્વામિત્રી બચાવો સમિતિએ પોલીસ કમિશ્નરને રજૂઆત કરી છે. સમિતિએ માંગ કરી છે કે પોલીસ પરવાનગી આપતાં પહેલાં સ્થળનું નિરીક્ષણ કરે, પ્રતિ બે ચોરસ મીટર દીઠ એક ખેલૈયાના માપદંડ મુજબ પાસ વેચાણ મર્યાદા નક્કી કરે, અને ખેલૈયાઓની ગણતરી માટે ઇન્ફ્રારેડ બીમ કાઉન્ટર ફરજિયાત લગાવવામાં આવે. ધ્વનિ પ્રદૂષણ નિયંત્રણ અને નિયમોના ભંગ બદલ કાયદેસર કાર્યવાહીની પણ માંગ કરાઈ છે.