અમરોલી શાળામાં મીટર પેટીમાં આગ
અમરોલી શાળામાં મીટર પેટીમાં આગ
Published on: 09th October, 2026

સુરત શહેરના અમરોલી વિસ્તારમાં આવેલી નગરપ્રાથમિક શાળામાં મીટર પેટીમાં આગ લાગતાં અફરાતફરી મચી ગઈ હતી. જોકે, શાળાના શિક્ષકો, કમ્પ્યુટર ઓપરેટર અને સ્ટાફની સમયસૂચકતા અને હિંમતને કારણે મોટી જાનહાનિ ટળી હતી. અગાઉ યોજાયેલી મોકડ્રીલમાં અપાયેલી તાલીમ મુજબ, આગની જાણ થતાં જ સાયરન વગાડી 450 વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. શિક્ષકોએ ફાયર એક્સ્ટિંગ્વિશરનો ઉપયોગ કરી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાએ શાળાઓમાં નિયમિત યોજાતી મોકડ્રીલના મહત્વ પર પ્રકાશ પાડ્યો.