અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 4 વોર્ડમાં ગેરકાયદે બાંધકામો અને દબાણો દૂર કરાયા
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 4 વોર્ડમાં ગેરકાયદે બાંધકામો અને દબાણો દૂર કરાયા
Published on: 09th October, 2026

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરના નારણપુરા, રાણીપ, પાલડી અને નવા વાડજ વોર્ડમાં ગેરકાયદે દબાણો હટાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી. આ કાર્યવાહીમાં નારણપુરામાં રિઝર્વ પ્લોટ પરની 6 કોમર્શિયલ દુકાનો, રાણીપમાં 19 કાચા-પાકા મકાનો, પાલડીમાં શ્રેયસ મેટ્રો સ્ટેશન સુધીના ટીપી રોડ પરના 60-65 મકાનો અને નવા વાડજમાં ટીપી રોડ પરનું પાકું બાંધકામ દૂર કરાયું. આ કામગીરીથી રિઝર્વ પ્લોટનો કબજો મેળવી ટીપી રોડ ખુલ્લા કરાયા. પૂર્વ ઝોનમાં પણ 6 શેડ દૂર કરી 41 વાહનોને લોક મારી ₹26,900નો વહીવટી ચાર્જ વસૂલ્યો.