સુરત પાલિકાની હોસ્પિટલોમાં ₹10માં મળશે એક દિવસની દવા, 1572 પ્રકારની દવા-સાધનોના વર્ક ઓર્ડર અપાયા
સુરત પાલિકાની હોસ્પિટલોમાં ₹10માં મળશે એક દિવસની દવા, 1572 પ્રકારની દવા-સાધનોના વર્ક ઓર્ડર અપાયા
Published on: 09th October, 2026

સુરત મહાનગર પાલિકા દ્વારા સંચાલિત સ્મીમેર, મસ્કતી સહિતની હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રોમાં દર્દીઓને હવે માત્ર ₹10માં એક દિવસની દવા મળશે. આ માટે પાલિકાએ 35.79 કરોડ રૂપિયાના ખર્ચે 1572 પ્રકારની દવાઓ અને સારવારના સાધનો ખરીદવાના વર્ક ઓર્ડર આપ્યા છે. આ નિર્ણય સ્થાયી સમિતિની બેઠકમાં લેવાયો હતો. આ વ્યવસ્થાથી રોજના પાંચ હજારથી વધુ દર્દીઓને દવાના ખર્ચમાં મોટી રાહત મળશે અને ઓપરેશન સમયે જરૂરી સામગ્રી બહારથી ખરીદવાની જરૂર નહીં પડે. આ પગલું ગરીબ અને મધ્યમવર્ગના દર્દીઓ માટે આર્થિક બોજ ઘટાડવામાં મદદરૂપ થશે.