વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વારા ગરબા રમવા જતી યુવતીઓની સુરક્ષા માટે ખાસ એપ્લિકેશન લોન્ચ
વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વારા ગરબા રમવા જતી યુવતીઓની સુરક્ષા માટે ખાસ એપ્લિકેશન લોન્ચ
Published on: 10th October, 2026

વડોદરા ગ્રામ્યમાં નવરાત્રિ દરમિયાન ગરબામાં આવતી મહિલાઓ અને યુવતીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ગ્રામ્ય પોલીસે 'નવરાત્રિ સુરક્ષા એપ્લિકેશન' લોન્ચ કરી છે. આ એપ્લિકેશન દ્વારા, યુવતીઓ ગરબાના સ્થળથી ઘર સુધી પહોંચે ત્યાં સુધી તેમનું લોકેશન પોલીસ કંટ્રોલ રૂમમાં જાણી શકાશે. રજિસ્ટ્રેશન કરાવનાર ખેલૈયાઓએ નામ, સરનામું અને ઇમરજન્સી કોન્ટેક્ટ નંબર આપવાના રહેશે. ગરબામાં પ્રવેશ વખતે QR કોડ સ્કેન થતાં જ લોકેશન પોલીસ કંટ્રોલ રૂમ સાથે જોડાઈ જશે. એપ્લિકેશનમાં ઇમરજન્સી સ્વીચ પણ હશે, જેનાથી મદદનો મેસેજ કંટ્રોલ રૂમમાં પહોંચી જશે અને પોલીસ તાત્કાલિક મદદ માટે પહોંચશે.