વડોદરાની ભીમપુરા કેનાલમાં યુવક ડૂબ્યાની આશંકા
વડોદરાની ભીમપુરા કેનાલમાં યુવક ડૂબ્યાની આશંકા
Published on: 09th October, 2026

વડોદરામાં લક્ષ્મીપુરા વિસ્તારનો એક યુવક ભીમપુરા કેનાલમાં ડૂબી ગયો હોવાની પરિવારજનોએ આશંકા વ્યક્ત કરી છે. આ ઘટના બાદ ફાયર બ્રિગેડ દ્વારા તાત્કાલિક શોધખોળ હાથ ધરવામાં આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં કેનાલ પાસેથી યુવકની બાઇક, મોબાઇલ અને થોડે દૂર ચંપલ મળી આવ્યા હતા. ફાયર બ્રિગેડે એક કિલોમીટર વિસ્તારમાં ચાર કલાક સુધી શોધખોળ કરી, પરંતુ યુવકનો કોઈ પત્તો લાગ્યો ન હતો. આ ઘટના બે દિવસ પહેલાં આઇટીઆઇના બે વિદ્યાર્થીઓના ડૂબી જવાના બનાવ બાદ બની છે.