કચ્છના ખાવડા પાસે ટ્રક-પિકઅપ વાન વચ્ચે અકસ્માત
કચ્છના ખાવડા પાસે ટ્રક-પિકઅપ વાન વચ્ચે અકસ્માત
Published on: 09th October, 2026

કચ્છ જિલ્લાના ખાવડા નજીક RE પાર્ક તરફ જતા માર્ગ પર ગત મોડી રાત્રે ટ્રક અને શ્રમિકો ભરેલી પિકઅપ વાન વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં 7 શ્રમિકોના મોત નીપજ્યા છે અને અનેક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઘટના પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે અને મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના પાઠવી છે. ઈજાગ્રસ્તોને ભુજની જિલ્લા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. પોલીસે અકસ્માત સર્જનાર ટ્રકચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.