મહિલાને હેરાન કરનાર નશામાં ધૂત કોન્સ્ટેબલ ઝડપાયો
મહિલાને હેરાન કરનાર નશામાં ધૂત કોન્સ્ટેબલ ઝડપાયો
Published on: 09th October, 2026

અમદાવાદના શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ પરબતભાઇ રબારી વિરુદ્ધ એક મહિલાએ મેસેજ કરી હેરાન કરતા હોવાની ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદની તપાસ કરવા ગયેલી પોલીસ ટીમને કોન્સ્ટેબલ પરબતભાઇ પોતાના ઘરે દારૂના નશામાં ધૂત મળી આવ્યો હતો. ત્યારબાદ તેને નરોડા પોલીસ સ્ટેશન લઈ જવાયો હતો, જ્યાં તે લથડિયા ખાતો જોવા મળ્યો હતો. નરોડા પોલીસે કોન્સ્ટેબલ પરબત રબારી સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.