અમદાવાદમાં નવરાત્રિ-દશેરા દરમિયાન ભારે વાહનોના પ્રવેશ પર 11થી 21 ઓક્ટોબર સુધી પ્રતિબંધ
અમદાવાદમાં નવરાત્રિ-દશેરા દરમિયાન ભારે વાહનોના પ્રવેશ પર 11થી 21 ઓક્ટોબર સુધી પ્રતિબંધ
Published on: 09th October, 2026

અમદાવાદ શહેરમાં નવરાત્રિ મહોત્સવ અને દશેરા પર્વ દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા જાળવવા અને અકસ્માતો નિવારવા માટે પોલીસ કમિશનરે 11 ઓક્ટોબરથી 21 ઓક્ટોબર, 2026 સુધી ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકતો જાહેરનામો બહાર પાડ્યો છે. આ પ્રતિબંધ 11/10/2026 થી 21/10/2026 સુધી દરરોજ સવારે 8 થી રાત્રે 2 વાગ્યા સુધી અમલમાં રહેશે. અગાઉ 7500 કિ.ગ્રા.થી વધુ વજન ધરાવતા વાહનો અને 33થી વધુ પેસેન્જર ક્ષમતા ધરાવતી બસો પર નિયંત્રિત સમય માટે પ્રતિબંધ હતો, જે હવે લંબાવવામાં આવ્યો છે. જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસર કાર્યવાહી કરાશે.