સુરતમાં દિવાળી પહેલાં યોગીચોક-પુણા-મોટા વરાછા વચ્ચે નવો બ્રિજ ખુલ્લો મુકાશે
સુરતમાં દિવાળી પહેલાં યોગીચોક-પુણા-મોટા વરાછા વચ્ચે નવો બ્રિજ ખુલ્લો મુકાશે
Published on: 09th October, 2026

સુરતમાં દિવાળીના તહેવાર પહેલાં વાહનવ્યવહાર માટે વધુ એક બ્રિજ ખુલ્લો મુકવાની તૈયારીઓ ચાલી રહી છે. આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ કલાકુંજ મંદિરની ખાડી પર નિર્માણાધીન બ્રિજનું નિરીક્ષણ કરી અધિકારીઓને સમયમર્યાદામાં કામ પૂર્ણ કરવાની સૂચના આપી છે. આ નવો બ્રિજ ડૉ. કનુભાઈ માવાણી બ્રિજ સાથે જોડાશે, જેનાથી યોગીચોક અને પુણાથી મોટા વરાછા તરફની કનેક્ટિવિટી સરળ બનશે. આના પરિણામે લક્ષ્મણ નગર અને મહાવીર ચોક રોડ પર ટ્રાફિકનું ભારણ ઘટશે અને વરાછા-મોટા વરાછા વચ્ચેની કનેક્ટિવિટી મજબૂત થશે.