અમદાવાદ એરપોર્ટ પર દુબઈથી સોનું લાવતો ભરૂચનો યુવક ઝડપાયો
અમદાવાદ એરપોર્ટ પર દુબઈથી સોનું લાવતો ભરૂચનો યુવક ઝડપાયો
Published on: 09th October, 2026

અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સ અધિકારીઓએ દુબઈથી આવેલી ફ્લાઈટના એક મુસાફરને અટકાવ્યો હતો. ભરૂચના 43 વર્ષીય આ શખસ પોતાના પેન્ટના ગજવામાં ₹88.97 લાખની કિંમતના 582.7 ગ્રામ વજનના વિદેશી માર્કિંગ ધરાવતા 24 કેરેટ સોનાના પાંચ બિસ્કિટ સંતાડીને લાવતો હતો. એર ઈન્ટેલિજન્સ યુનિટ (AIU) દ્વારા પેસેન્જર પ્રોફાઈલિંગના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. કસ્ટમ્સ એક્ટ, 1962 હેઠળ સોનાનો જથ્થો જપ્ત કરી મુસાફરની ધરપકડ કરવામાં આવી છે. આ ગેરકાયદે આયાતના પ્રયાસ પાછળના સંજોગો અને અન્ય કોઈની સંડોવણી અંગે વધુ તપાસ હાથ ધરાઈ છે.