બોરીવલી-વિરારના લાખો પ્રવાસીઓ માટે પનવેલ લોકલ ટ્રેન ઉપલબ્ધ થતા પ્રવાસ વધુ ઝડપી બનશે.
Published on: 28th July, 2025

બોરીવલી-વિરારના નાગરિકો માટે હવે પનવેલ પહોંચવા સીધી મુંબઈ ઉપનગરીય લોકલ મળશે. મુંબઈ રેલવે વિકાસ મહામંડળે MUTP-3Bમાં પનવેલ-વસઈ રેલવે પ્રકલ્પનો સમાવેશ કર્યો છે. વસઈથી આગળ બોરીવલી અને વિરાર એમ બંને દિશામાં એનું જોડાણ રહેશે અને લાખો પ્રવાસીઓનો પ્રવાસ ઝડપી થશે.